Pages

Tuesday, March 10, 2026

𝗠𝗬𝗦𝗬 𝗜𝗺𝗽𝗼𝗿𝘁𝗮𝗻𝘁 𝗗𝗼𝗰𝘂𝗺𝗲𝗻𝘁𝘀


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (𝗠𝘂𝗸𝗵𝘆𝗮𝗺𝗮𝗻𝘁𝗿𝗶 𝗬𝘂𝘃𝗮 𝗦𝘄𝗮𝘃𝗮𝗹𝗮𝗺𝗯𝗮𝗻 𝗬𝗼𝗷𝗮𝗻𝗮–𝗠𝗬𝗦𝗬) માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ 

 ગુજરાત સરકારની Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) એવા વિદ્યાર્થીઓ માટે છે, જેમને ભણવામાં સારું આવે છે, પણ પૈસાની તંગીથી આગળ ના જઈ શકે. દેશના બીજા રાજ્યોમાં પણ એવી શિષ્યવૃત્તિ યોજનાઓ છે, પણ ગુજરાતની MYSY ચર્ચામાં છે.

યોજનામાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ અને બીજી શૈક્ષણિક મદદ મળે છે. પણ, સ્કોલરશિપ માટે અરજી કરતી વખતે ચોક્કસ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાં જરૂરી હોય છે. સારા અને સાચા દસ્તાવેજો નહીં હોય તો અરજી રદ થઈ જાય છે.

ચાલો, આપણે જાણી લઈએ કે MYSY માટે શા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, અને કઈ રીતે તે તૈયાર કરવા.


વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ 

આધારકાર્ડ જરૂરી છે. એમાં તમારું નામ, જન્મતારીખ અને સરનામું સ્પષ્ટ રીતે દેખાવું જોઈએ. ફોટોકોપી પર તમારે તમારી સહી (Self Attested) કરવી જરૂરી છે. જો આધારકાર્ડ સાથે તમારો મોબાઇલ નંબર જોડાયેલો હોય તો OTP વેરિફિકેશન પણ સરળ થઈ જાય છે.


mysy scholarship aadhaar card document

ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ 

જે કોર્સમાં પ્રવેશ લીધો છે, પ્રમાણે માર્કશીટ આપવી પડે છે. 

ઉદાહરણ તરીકે: 

- Diploma, ITI, અથવા અન્ય શોર્ટ ટર્મ કોર્સ હોય તો ધોરણ 10 ની માર્કશીટ 

- Degree (Engineering, Pharmacy, BSc વગેરે) માટે ધોરણ 12 ની માર્કશીટ 

માર્કશીટ માન્ય બોર્ડની હોવી જોઈએ – GSEB કે અન્ય. ફોટોકોપી પર તમારી સહી હોવી જરૂરી છે.

 

10th marksheet required for mysy scholarship

SSC Marksheet for MYSY Scholarship

પ્રવેશ સમિતિનું Admission Letter 

કોલેજમાં પ્રવેશ મળ્યો છે તેનો પુરાવો. સામાન્ય રીતે એડમિશન કમિટીઓજેમ કે ACPC અથવા ACPDC – લેટર આપે છે. એમાં કોલેજનું નામ, કોર્સ, પ્રવેશનું વર્ષ વગેરે લખેલું હોય છે. લેટરની પણ સ્વ-સહી કરેલી નકલ આપવી.


Document PDF Download Click Here


 

College Admission Letter for MYSY

Tuition Fee ભર્યાની તમામ Receipt 

કોલેજમાં ભરેલી ટ્યુશન ફી માટેની રસીદ જરૂરી છે. રસીદમાં તમારું નામ, કોર્સ અને વર્ષ, ભરેલી ફી અને કોલેજની સીલ/સહી હોવી જોઈએ. ઘણી વાર કોલેજ Online Fee Receipt PDF પણ આપે છે.

 

tuition fee receipt for mysy scholarship

રેશન કાર્ડની નકલ 

ડોક્યુમેન્ટથી પરિવારના સભ્યો અને સરનામું ચકાસી શકાય છે. કોઈપણ પ્રકારનું રેશન કાર્ડ – APL, BPL, કે NFSA – ચાલે. ફોટોકોપી પર તમારી સહી જરૂર છે.

 

ration card document for mysy scholarship

Self Declaration (અસલમાં) 

એક ઘોષણા પત્ર છે જેમાં તમે લખો છો કે આપેલી માહિતી સાચી છે અને તમે બીજી કોઈ સ્કોલરશિપ નથી લીધી. ફોર્મ તમે MYSY Portal પરથી ડાઉનલોડ કરી શકો છો. એની પર તમારું ઓરિજિનલ સહી જરૂરી છે.


Document PDF Download Click Here

 

MYSY Self Declaration Form

વાલીની આવકનું પ્રમાણપત્ર (Income Certificate) 

મહત્વપૂર્ણ છે. વાલીની કુલ આવક 5,00,000 સુધી હોવી જોઈએ. આવક પ્રમાણપત્ર તમને મામલતદાર ઓફિસ, TDO, કે તલાટી પાસેથી મળશે. એમાં પિતા/માતા ની કુલ વાર્ષિક આવક લખેલી હોય છે. સામાન્ય રીતે આવક પ્રમાણપત્ર છેલ્લા ત્રણ વર્ષ માટે માન્ય રહે છે.

 

MYSY Scholarship Documents Required

કોલેજના Principal નું Certificate 

કોલેજના લેટરહેડ પર Principal અથવા Director દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર જોઈએ. એમાં લખેલું હોય કે તમે કોલેજમાં અભ્યાસ કરો છો, કયો કોર્સ અને વર્ષ છે, અને કોલેજ માન્ય છે.


Document PDF Download Click Here


 

MYSY Fresh Application Documents

Hostel / Rent Agreement 

જો તમે હોસ્ટેલમાં રહો છો, તો હોસ્ટેલ એડમિશન રસીદ અને મેસ/ફૂડ રસીદ આપવી પડે. ભાડાના રૂમમાં રહો છો તો Rent Agreement કે ઘરમાલિકનો પુરાવો આપવો.

 

MYSY Documents List

Bank Passbook / Cancelled Cheque 

તમારા સેવિંગ એકાઉન્ટની વિગતો આપવી જરૂરી છે. Passbook ના ફર્સ્ટ પેજની નકલ અપલોડ કરોએમાં Account Number, IFSC Code અને તમારું નામ સ્પષ્ટ રીતે હોવું જોઈએ. સ્કોલરશિપની રકમ એકાઉન્ટમાં જમા થાય છે.

 

non it return declaration for mysy scholarship

નવા વિદ્યાર્થીઓ માટે જરૂરી દસ્તાવેજો:

- ધોરણ 10નું માર્કશીટ

- ધોરણ 12નું માર્કશીટ

- આવકનો દાખલો

- આધાર કાર્ડ

- એડમિશન લેટર

- ટ્યુશન ફી ની રસીદ

- બેંક પાસબુક

- સ્વ-ઘોષણા ફોર્મ

- પાસપોર્ટ સાઇઝ ફોટો

 

જો તમે પહેલેથી MYSY સ્કોલરશિપ લો છો અને ફરી અરજી કરો છો, તો નીચેના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે:


- કોલેજથી રીન્યુઅલ સર્ટિફિકેટ

- ગયા વર્ષનું માર્કશીટ

- ફી ની રસીદ

- બેંક ડિટેઇલ્સ

 

MYSY Renewal Documents

વિદ્યાર્થીઓ માટે ટૂંકા ટિપ્સ:

- બધા ડોક્યુમેન્ટ્સ એકઠા કરો

- સ્કેન કરીને PDF બનાવો

- સાચી માહિતી નાખો

- છેલ્લી તારીખ પહેલા અરજી પૂરી કરો


એટલું ! ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો અને તમારી સ્કોલરશિપના મોકાને હાથથી જવા દો.


મહત્વની સૂચનાઓ: 

બધા ડોક્યુમેન્ટસ પર તમારી સ્વ-સહી હોવી જોઈએ. સ્કેન કરેલી કોપીઓ PDF અથવા JPEG ફોર્મેટમાં સ્પષ્ટ હોવી જોઈએ. ફાઇલનું સાઇઝ MYSY Portal મુજબ રાખો.